26 નવેમ્બર રવિવારે બપોરે 3.53 વાગે શરૂ થશે તિથિ
27 નવેમ્બર સોમવારે બપોરે 2.45 મિનિટ સુધી રહેશે તિથિ
દીવો કરવાનું મૂહૂર્ત સાંજે 5.08 મિનિટથી 7.47 મિનિટ સુધીનું
દેવ દિવાળીનો તહેવાર કારતક મહિનાના શુક્લ પક્ષની પૂનમે ઉજવાય છે. દેવ દિવાળી દિવાળીના તહેવારના 15 દિવસ બાદ આવે છે. આ દિવસે પ્રદોષ કાળમાં દેવ દિવાળી ઉજવાય છે. આ દિવસે વારાણસીમાં ગંગા નદીના ઘાટ અને મંદિરના દીવાની રોશનીથી ઝળહળે છે.જાણે કે દેવી દેવતાઓ સ્વર્ગથી ધરતી પર આવીને શિવનગરી કાશીમાં દિવાળી ઉજવી રહ્યા હોય. આ દેવ દિવાળીએ 3 સંયોગ બની રહ્યા છે. તો જાણો ક્યારે છે દેવદિવાળી અને શું છે દીવો કરવાનું શુભ મૂહૂર્ત.
પૂનમનું વ્રત અને સ્નાન-દાન 27 નવેમ્બર સોમવારે કરાશે
જો તમે દેવદિવાળીની તારીખને લઈને કન્ફ્યુઝનમાં છો તો તમારે પંચાંગને અનુસરવું જોઈએ. આ વર્ષે કારતક પૂનમ 26 26 નવેમ્બર રવિવારે બપોરે 3.53 વાગે શરૂ થશે અને 27 નવેમ્બર સોમવારે બપોરે 2.45 મિનિટ સુધી રહેશે. દેવ દિવાળી કારતક પૂનમ તિથિમાં પ્રદોષ વ્યાપિની મૂહૂર્તમાં ઉજવાશે. આ માટે આ વર્ષે દેવ દિવાળી 26 નવેમ્બરે ઉજવાશે. જ્યારે કારતક મહિનાની પૂનમનું વ્રત અને સ્નાન-દાન 27 નવેમ્બર સોમવારે કરાશે.
જાણો પૂજાનું શુભ મૂહૂર્ત
આ વખતે દેવ દિવાળીએ દીવો કરવાનું ખાસ મૂહૂર્ત સાંજે 5.08 મિનિટથી 7.47 મિનિટ સુધીનું છે. આ દિવસે તમને દીવો કરવા માટે 2.39 મિનિટનો સમય મળશે. 27 નવેમ્બરે વારાણસીમાં સાંજે 5.08 મિનિટે પૂજા થશે. આ સમયે પ્રદોષ કાળથી શરૂઆત થશે. આ વખતે દેવ દિવાળીએ 3 શુભ સંયોગ બની રહ્યા છે. આ દિવસે રવિ યોગ, પરિઘ યોગ, શિવ યોગ બની રહ્યા છે. દેવ દિવાળીએ સવારે 6.52 મિનિટથી રવિ યોગ શરૂ થશે અને તે બપોરે 2.05 મિનિટ સુધી રહેશે. પરિઘ યોગ સવારથી લઈને મોડી રાતે 12.37 મિનિટ સુધી છે. આ પછી શિવયોગ શરૂ થશે અને તે કારતક પૂનમે રાત સુધી રહેશે.
જાણો દેવ દિવાળીનું મહત્ત્વ
ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવે અસુરરાજ ત્રિપુરાસુરનો વધ કરીને દેવને તેના આતંકથી મુક્તિ અપાવી હતી. આ કારણે દેવી દેવતાઓએ શિવનગરી કાશીમાં ગંગાના કિનારે સ્નાાન કર્યું, દીવા કર્યા અને ભગવાન શિવની પૂજા કરી. આ દેવની દિવાળી હતી જે કારતક પૂનમના પ્રદોષ કાળમાં ઉજવાઈ હતી. ત્યારથી દર વર્ષે કારતક પૂનમને કાશી નગરીમાં ગંગાના ઘાટ પર દેવ દિવાળી ઉજવાય છે. તેનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. ભક્તોની મનોકામના પણ પૂરી કરે છે.