આ સમયે આખા ઘરની લાઈટ કરીને રાખો
કાલી માતાના સ્વરૂપ સિદ્ધિ અને પરાશક્તિની આરાધના કરવી
તાંત્રિક સાધના માટે નહીં પણ પૂજાનું છે ખાસ મહત્ત્વ
દિવાળીનો તહેવાર કોઈનાથી છુપાયેલો નથી, હિંદુ ધર્મમાં જ નહીં પણ અન્ય ધર્મોને માનનારા આ પર્વનો આદર કરે છે પણ એકમેકને અનેક શુભકામનાની સાથે રોશની કરીને ફટાકડા પણ ફોડે છે. દિવાળીની રાતે મહાનિશિથ કાળ કહેવાય છે. આ રાતનું સૌથી વધારે મહત્ત્વ છે. આ નિશિથ કાળનો સદઉપયોગ કરનારા માતા લક્ષ્મીની કૃપા મળી શકે છે. મહાકાળીની પૂજાને મહાનિશા કે શ્યામા પૂજા પણ કહેવાય છે. નિશિથ કાળમાં મહાકાળીની પૂજા કરવી જોઈએ.
આ પરંપરાને ન માનો દિવાળીની રાત
અનેક ઘરમાં દિવાળીની રાતે પત્તા અવશ્ય રમાય છે. તેને પ્રાચીન પરંપરા માનીને ચલાવવી તે ખોટું છે. દરેક લોકો ઈચ્છે છે કે જુગાર મહાભારતકાળથી ચાલતું આવે છે. નિશિથ કાળને બર્બાદ ન કરવો પણ ઉત્સવ ઉજવવો. આ સમયે ઘરની લાઈટો ચાલુ રાખવી. કોઈ પણ પ્રકારની સુસ્તી કે ડલનેસ રાખવી નહીં.
વિદ્યાર્થી કરે ભગવાનના જાપ
આ રાતે કનકધારા સ્તોત્રનો પાઠ ફળદાયી રહે છે. આ કાળમાં માતા લક્ષ્મીની સામે કુશાના આસનમાં બેસીને દીવો કરવો અને સાથે પાઠ કરવા. જો તમે આ ન કરી શકો તો માતા લક્ષ્મીના મંત્રનો 1,5, 7 કે 11 વખત જાપ કરો. વિદ્યાર્થીઓએ આ રાતે ભગવાનનો જાપ કરવો. નિશ્ચિત રીતે કરાયેલા આ જાપનું ફળ મળે છે. પરિવારની સાથે ભજન સાંભળવા અને સાથે ધાર્મિક કાર્યક્રમ પણ યોજી શકાય છે. આ સૌથી મહત્ત્વનો સમય હોય છે અને તેને બેકાર જવા દેવો નહીં.